Home / India : PM Modi dominates BIMSTEC summit, proposes to member countries to join UPI

BIMSTEC સભ્ય દેશોને યુપીઆઈ સાથે જોડાવાનો પ્રસ્તાવ, સમિટમાં PM MODIનો દબદબો

BIMSTEC સભ્ય દેશોને યુપીઆઈ સાથે જોડાવાનો પ્રસ્તાવ, સમિટમાં PM MODIનો દબદબો

થાઈલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત તમામ દેશોની પેમેન્ટ સિસ્ટમ્સને યુપીઆઈ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી જૂથના સભ્ય દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. BIMSTEC માં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ સમાવિષ્ટ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વડાપ્રધાને આ સાત દેશોના જૂથની છઠ્ઠી સમિટમાં સ્થાનિક ચલણમાં વેપાર વધારવા માટે BIMSTEC ચેમ્બર ઑફ કોમર્સની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ વધુમાં કુદરતી અને કુત્રિમ આપત્તિમાં રાહત, બચાવ અને તૈયારીઓ માટે સજ્જ અને સહકાર આપવા માટે ભારતમાં BIMSTEC સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્થાપના કરવાની ભલામણ પણ કરી હતી. BIMSTEC સમિટમાં બંગાળની ખાડી ક્ષેત્રમાં સમૃદ્ધિ, સુરક્ષા અને સમાવેશિતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાકાર કરવા માટે બેંગકોંગ વિઝન 2030 અપનાવવામાં આવ્યું છે.

UPI થી સાયબર સુરક્ષા વધશે

વડાપ્રધાન મોદીએ BIMSTEC દેશોની પેમેન્ટ સિસ્ટમને યુપીઆઈ સાથે લિંક કરાવવાના પ્રસ્તાવ પર કહ્યું હતું કે, તેનાથી આ સાત દેશો વચ્ચે વેપાર ગતિવિધિ ઝડપી અને સરળ બનશે. આ પ્લેટફોર્મ સાયબર ક્રાઈમ, સાયબર સુરક્ષા ખતરા, આતંકવાદ તેમજ ડ્રગ અને માનવ તસ્કરી સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભે હું ભારતમાં તેની પ્રથમ બેઠક 2025માં યોજવાનો પ્રસ્તાવ મૂકું છું. BIMSTEC ગ્રૂપ હેઠળ ક્ષમતાઓ સતત વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

આ સિવાય વડાપ્રધાન મોદીએ ભારતમાં સસ્ટેનેબલ મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ સેન્ટરની સ્થાપનાની પણ વાત કરતાં જણાવ્યું હતું કે, "તેનાથી કેન્દ્ર ક્ષમતા નિર્માણ, સંશોધન, ઈનોવેશન અને દરિયાઈ નીતિઓમાં સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને દરિયાઈ સુરક્ષામાં સહકારને પણ પ્રોત્સાહન આપશે."

Related News

Icon