
Sensex today: ભારતીય શેરમાર્કેટમાં સતત સાતમા દિવસે તેજી નોંધાઈ હતી. આઈટી અને ઓટો સેક્ટરમાં બમ્પર ઉછાળો નોંધાતા બેંચમાર્ક ઈન્ડેક્સ લીલી રંગ પર બંધ થયો હતો. બુધવારે પણ શેરમાર્કેટમા ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારમાં નબળાઈ છતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. એકબાજું બેંચમાર્ક બીએસઈ સેન્સેક્સ 0.65 ટકાના ઉછાળાની સાથે 80,116ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 0.67 ટકાના વધારાની સાથે 24,328ના લેવલ પર બંધ રહ્યો હતો.
જ્યારે સેન્સેક્સમાં ઉત્તમ પ્રદર્શન કરનારા શેર્સમાં એચસીએલટેક, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ અને મહિન્દ્રા સામેલ છે. જેને 3.6 ટકાથી લઈને 7.7 ટકા સુધીનો ફાયદો મળ્યો. આ ઉપરાંત બીજા માર્કેટ ઈન્ડેકમાં પણ વધારાની સાથે બંધ થયા. નિફ્ટી મિડકેપ 100માં 1.2 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100માં 0.4 ટકાનો વધારો થયોય આ વધારો માર્કેટમાં આવેલી તેજીમાં થઈ રહેલા વ્યાપક પાર્ટનરશિપને દર્શાવે છે.
તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલ સર્વિસેજ શેરમાં 2.8 ટકાનો ઘટાડો નોંધાયો, આનું કારણ એ રહ્યું કે કંપનીઓ પોતાના ત્રિમાસિક લાભમાં ઘટાડો નોંધાવ્યો હતો.
સાથે ચોથા ત્રિમાસિકમાં મજબૂત પ્રદર્શનને લીધે Waaree Energiesમાં 15 ટકાની તેજી નોંધાઈ અને નેટ પ્રોફિટમાં વાર્ષિક આધાર પર 34.1 ટકાનો વધારો નોંધાયો હતો.