દેશમાં મૃતકોના નામે રાશન લેવાના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ વિવિધ રાજ્યોમાં રાશનમાં નામો અંગે ચકાસણી થઈ રહી છે, જેમાં ઝારખંડમાં 50 હજાર મૃત લાભાર્થીઓના નામ રાશન કાર્ડમાંથી હટાવાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાંથી બનાવટી રાશન કાર્ડની પુષ્ટી થયા બાદ 2.36 લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે, 2.36 લાખ બનાવટી રાશનકાર્ડ ધારકો ઘણા વર્ષોથી રાશનનો લાભ લઈ રહ્યા છે.

