
Banaskantha News: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો પોલીસની કામગીરી સામે મોટો આક્ષેપ સામે આવી રહ્યો છે. પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસકર્મી દ્વારા રાત્રે એક કિલો સોનુ પકડી મામલો રફેદફે કર્યા હોવાનો જીજ્ઞેશ મેવાણીએ મોટો આક્ષેપ લગાવ્યો છે.
પાલનપુર શહેરમાં ટ્રગ્સ અને દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું તેવા વિસ્તારના નામ સાથે ટ્વીટ કર્યું હતું. PI અને DySPની પણ ભૂમિકા અંગે દાવો કર્યો છે. આ મામલે તટસ્થ તપાસ થાય તેવું પણ ટ્વીટમાં જણાવ્યું હતું. જો આવનાર સમયમાં પોલીસ દ્વારા તટસ્થ તપાસ નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચારી છે.