
મંગળવારે ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને નેસ્તો નાબૂદ પર હવાઈ હુમલો કર્યો હતો, જેના પછી પાડોશી દેશ બોખલાયો હતો અને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો હતો. આ વખતે પાકિસ્તાને પોતાની હદ પાર કરી અને આ ગોળીબારમાં પાકિસ્તાન સાથે લડતા એક ભારતીય સૈનિક શહીદ થયાની ઘટના સામે આવી છે. ભારતીય સેનાની 16મી કોર્પ્સના સત્તાવાર X ખાતાએ બુધવારે રાત્રે પુષ્ટિ કરી કે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાની ગોળીબારમાં એક ભારતીય સૈનિક શહીદ થયો છે.
આર્મીનો જવાન શહીદ
ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, GOC અને વ્હાઇટ નાઈટ કોર્પ્સના તમામ રેન્ક 5 એફડી રેજિમેન્ટના એલ/એનકે દિનેશ કુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે, જેઓ 07 મેના રોજ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન શહીદ થયા હતા. પૂંછ સેક્ટરમાં નિર્દોષ નાગરિકો પર લક્ષિત હુમલાના તમામ પીડિતો સાથે અમે એકતામાં ઉભા છીએ.
ભારતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર
ભારતે મંગળવારે રાત્રે 1:30 વાગ્યે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. પહેલગામમાં પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો બદલો લેવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ, દેશે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા અને તેમને નષ્ટ કર્યા. ભારતે જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો.
પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું
ભારતના આ હુમલા પછી જ પાકિસ્તાન ઉશ્કેરાયું. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર મનસ્વી ગોળીબાર અને ભારે તોપમારો શરૂ કર્યો. ભારતીય સેનાએ ઝડપી જવાબ આપ્યો હતો, કુપવાડા અને રાજૌરી-પુંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓને તોડી પાડી હતી અને ભારે લશ્કરી જાનહાનિ થઈ હતી.