ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લાવવા અને જનતાના જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોના અવાજને અંકુશમાં રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં જાહેરનામુ ભંગ કરનારા ડીજે સંચાલક સામે પીએસઆઈ કે ઉચ્ચ અધિકારીઓ સીધી કાર્યવાહી કરી શકશે તેવી પણ જોગવાઈ છે.
6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી જ ડી.જે. વગાડી શકાશે
જાહેરનામા જણાવ્યા મુજબ, ડીજે સંચાલકો ચોક્કસ વિસ્તારો મુજબ ચોક્કસ અવાજ રાખી માત્ર સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી જ ડી.જે. વગાડી શકાશે. એટલે કે રાતના 10 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધીમાં ડીજે વગાડી નહીં શકાય. નહીંતર કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. વિભિન્ન પાર્ટી પ્લોટ, જાહેર સંસ્થાઓ, ખાનગી માલિકોના ફાર્મ તથા અન્ય જગ્યાઓએ મોટા અવાજ કરતા યંત્રો વગાડીને જાહેર જનતાને નુકસાન થાય તેવી રીતે વર્તતા હોય છે.

