
Mehsana news: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નર્મદા કેનાલ પાસે આવેલા આદુદરા ગામ નજીક નર્મદા કેનાલના સાયફન નજીક લાખોની લોખંડની મોટી પાઈપોની ચોરીની ઘટના સામે આવી છે. ધોળા દિવસે વિશાળ લોખંડની પાઈપોની ચોરીથી આસપાસના પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ચોરી કરવામાં પણ તસ્કરો બે ટ્રક અને હાઈડ્રોલિક મશીન લઈ પાઈપોની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. જે તે વિભાગને ચોરી અંગેની જાણ થતા ચાર શખ્સો સામે 7.70 લાખની પાઈપોની ચોરીની કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહેસાણાના કડી શહેર પાસે આવેલા આદુદર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલની સાયફનની લાખો રુપિયાની લોખંડની પાઈપોની ચોરી થઈ હતી. ધોળા દિવસે વિશાળ લોખંડની પાઈપોની ચોરી થતા સનસનાટી મચી હતી. ચોરી થયેલી 7.70 લાખની પાઈપો હતી. જેને લઈ કડી પોલીસ સ્ટેશનમાં ચોરી કરી પાઇપો મંગાવનાર સહિત કુલ 4 સામે ગુન્હો નોધાયો છે.