
છોટાઉદેપુરમાંથી આદિવાસી સમાજ તરફથી વધુ એક વિવાદ સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં એક હાઈડ્રો પ્રોજેક્ટને લઈને ત્યાં વસતા આદિવાસી સમાજમાં ભયનો માહોલ સર્જાયો છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના 10થી વધુના ગામોમાં આગામી સમયમાં આવનારા હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધને લઈ આદિવાસીઓ સાથે સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી.
હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેને લઈ છેલ્લા એક મહિનાથી વિસ્તારમાં વિવાદ ચાલી રહ્યો છે. આદિવાસીઓ જળ, જંગલ, જમીન ન છોડવા મક્કમ બન્યા છે. હાઇડ્રો પ્રોજેક્ટ સર્વે વિસ્તારના આદિવાસી સર્વે કરવા દેવા માંગતા જ નથી. સરકાર સામે આદિવાસીઓ લડી લેવાના મૂડમાં હોઈ ગામે ગામ બેઠકોના દોર શરૂ કરવામાં આવ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે હાઈડ્રો પ્રોજેક્ટને કારણે અઢળક ગામડાઓ વિસ્થાપિત થશે.