ઝારખંડના બોકારો જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળેથી અત્યાધુનિક હથિયાર પણ જપ્ત કર્યા છે. આ એન્કાઉન્ટરમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો માઓવાદી વિવેક પણ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 8 નક્સલીઓના મૃતદેહ મળ્યા છે. અથડામણ અત્યારે ચાલુ છે.

