ગૃહમંત્રી અમિત શાહની બસ્તરની મુલાકાત દરમિયાન તેલંગાણામાં 86 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. જેમાં 66 પુરુષો અને 20 મહિલાઓનો સમાવેશ થાય છે. જે લોકોએ આત્મસમર્પણ કર્યું તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે તાત્કાલિક સહાય તરીકે 25,000 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

