Raj Thackeray Uddhav Thackray Alliance: મહારાષ્ટ્રમાં ફરી ઠાકરે બંધુ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ શરુ થઈ છે. શિવસેના યુબીટીના મુખપત્ર સામનાના પહેલા પાના પર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનો ફોટો છપાયેલો છે. એ પરથી જ બંને ઠાકરે ભાઈઓની આ તસવીરને મનસે અને શિવસેના યુબીટીના એક સાથે આવવાની શક્યતા તરીકે જોવામાં આવી રહી છે. સામનામાં પ્રકાશિત આ સમાચારે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ કરી છે અને લોકોની ઉત્સુકતા વધારી છે.

