Home / World : Radiation occurred after the attack on the nuclear site in Kirana Hills Pakistan know the truth

પાકિસ્તાનના કિરાના હિલ્સમાં પરમાણુ ઠેકાણા પર હુમલા પછી રેડિયેશન થયું,શું USએ ટીમ મોકલી? અમેરિકાનું મોટું નિવેદન 

પાકિસ્તાનના કિરાના હિલ્સમાં પરમાણુ ઠેકાણા પર હુમલા પછી રેડિયેશન થયું,શું USએ ટીમ મોકલી? અમેરિકાનું મોટું નિવેદન 

ભારતે તે તમામ રિપોર્ટને ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor)  દરમિયાન પાકિસ્તાનમાં સંવેદનશીલ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક એક્સપર્ટ્સ વારંવાર દાવો કરી રહ્યાં છે કે કિરાના હિલ્સને નિશાન બનાવવામાં આવ્યું છે જ્યાં પાકિસ્તાને કેટલાક પરમાણુ વારહેડ્સ રાખ્યા હતા અથવા પછી જ્યાં પાકિસ્તાનનું ન્યૂક્લિયર ઠેકાણું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના બોમ્બમારા બાદ રેડિયોએક્ટિવ રિસાવ શરૂ થઇ ગયો છે અને અમેરિકાએ રેડિએશનની તપાસ કરનારા પોતાના એક વિમાનને તે સાઇટ પર મોકલ્યું છે. હવે અમેરિકાનું આ ઘટનાને લઇને નિવેદન સામે આવ્યું છે. અમેરિકન વિદેશ વિભાગે આ આરોપો પર પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે.

12 મેએ એક પ્રેસ બ્રીફિંગમાં બોલતા ભારતના એર ઓપરેશનના ડિરેક્ટર એર માર્શલ એ.કે.ભારતીએ કહ્યું હતું કે, "અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી." તે પ્રેસ બ્રીફિંગ દરમિયાન તેમના મજાકના અંદાજમાં કહ્યું હતું કે, "અમને આ વાત જણાવવા માટે તમારો આભાર કે કિરાના હિલ્સમાં પરમાણુ ઠેકાણું છે. અમને તેની જાણકારી નથી." જે અંદાજમાં આ વાત કહેવામાં આવી હતી તેણે સોશિયલ મીડિયાને એક્ટિવ કરી દીધુ હતું.

અમેરિકા તરફથી આવ્યું નિવેદન

અમેરિકન વિદેશ વિભાગને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પરમાણુ વિકિરણ લીક મામલે અમેરિકાની ટીમ પાકિસ્તાન ગઇ છે? આ સવાલનુો જવાબ આપતા અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે 'આ સમયે મારી પાસે આ પૂર્વાલોકન કરવા માટે કઇ નથી.' તેમના નિવેદનનો અર્થ એવોો થાય છે કે એવું કઇ નથી જેની તપાસ કરી શકાય એટલે કે અમેરિકાએ એક રીતે ન્યૂક્લિયર રેડિએશન તપાસના સમાચારનું ખંડન કર્યું છે.

આ અફવાઓ ત્યારે શરૂ થઇ જ્યારે ભારતે Operation Sindoor હેઠળ કેટલાક પાકિસ્તાની એરબેઝો પર સચોટ હવાઇ હુમલો કર્યો હતો જેમાં સરગોધા અને નૂરખાન એરબેઝ પણ સામેલ હતો. આ બે મહત્ત્વપૂર્ણ સ્થળો  પરમાણુ સંબંધિ પાયાના ઢાંચાની નજીક છે.રાવલપિંડીમાં સ્થિત નૂરખાન એરબેઝ પાકિસ્તાનના ન્યૂક્લિયર કમાન્ડ સેન્ટરથી કેટલાક કિલોમીટર દૂર છે. અહીંથી પાકિસ્તાનના ન્યૂક્લિયર કાર્યક્રમોનું મેનેજમેન્ટ થાય છે. આ વચ્ચે સરગોધા એરબેઝ જ્યાં ભારતે હુમલો કર્યો હતો તે કિરાણા હિલ્સથી 20 કિલોમીટર દૂર છે અને અહીં મુશરફ એરબેઝ છે જ્યાંથી પાકિસ્તાન પોતાના F-16 અને JF-17 યુદ્ધ વિમાનોને ઓપરેટ કરે છે.પાકિસ્તાન તરફથી હજુ સુધી પરમાણુ હથિયારો અને પરમાણુ કાર્યક્રમો પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય એજન્સીઓની તપાસમાં કોઇ ઓફિશિયલ રીતે માગ કરવામાં આવી નથી. કિરાણા હિલ્સ પર હુમલાની વાત માત્ર અફવા હોઇ શકે છે. ઓપન સોર્સ તપાસ સંગઠન OSINTએ એક્સપર્ટના હવાલાથી એનાલિસિસ રિપોર્ટમાં કિરાણા હિલ્સ પર હુમલાનો દાવો કર્યો છે પરંતુ તેના દાવાને હજુ સુધી વેરિફાઇ કરવામાં આવ્યું નથી.

અમેરિકન એરક્રાફ્ટને લઇને શું અફવા છે?

આ અફવાની આગમાં ઘી નાખવાનું કામ ત્યારે કરવામાં આવ્યું જ્યારે ફ્લાઇટરડાર 24 જેવા ફ્લાઇટ ટ્રેકર્સે કથિત રીતે પાકિસ્તાન એરપોર્ટ ક્ષેત્રમાં એક અમેરિકન બીચક્રાફ્ટ બી350 એરિયલ મેજરિંગ સિસ્ટમ (AMS) એરક્રાફ્ટ જોવા મળ્યું હતું. ટેલ નંબર N111SZનું આ વિમાન અમેરિકન ઊર્જા વિભાગના બેડાનો ભાગ છે જેને ઇમરજન્સી સ્થિતિમાં રેડિયોર્મી રિસાવની તપાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. B350 AMSનો ઉપયોગ પહેલા પણ ફુકુશિમા આફત જેવી ઘટનાઓ બાદ કરવામાં આવી ચુક્યો છે અને આ ગામા-રે-સેન્સર અને રિયલ ટાઇમ મેપિંગ ટૂલથી લેસ છે. પાકિસ્તાન પાસે પણ એક આવો જ એરક્રાફ્ટ છે જેને અમેરિકાએ તેને આપ્યો છે. કેટલાક દાવા કરવામાં આવ્યા કે તે અમરિકાનું નહીં પણ પાકિસ્તાની એરક્રાફ્ટ હતું જેને પરમાણુ પ્રતિક્રિયા માટે તૈયાર કરવામાં આવ્યું હતું? અમેરિકાના વિદેશ વિભાગે આવી અફવાઓને ફગાવી દીધી છે.

Related News

Icon