Pahalgam attack : પહલગામમાં થયેલા હુમલાને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ રાજીનામું આપવું જોઈએ. આ માંગણી કરતાં એક વીડિયો ઝારખંડના મંત્રી સુદિવ્ય કુમાર સોનુનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને કહી રહ્યા છે કે મંત્રીનું 'ભૂગોળનું જ્ઞાન' બરોબર નથી. તેઓ પહલગામને હિમાચલ પ્રદેશમાં ગણીને સુખુને રાજીનામું આપવા કહી રહ્યા છે. જોકે, હવે સુદિવ્ય કુમારે પોતે કહ્યું છે કે, તેઓ કટાક્ષમાં આવુ કહી રહ્યા હતા.

