ગુજરાતના પંચમહાલમાં ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, પાધોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઘોઘંબાના શામળકુવા પાસેના ડેમમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન પાંચેય વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે રાજગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

