પહેલગામ હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેલમાં તેનું જાતીય શોષણ થયું હતું. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડોનનો એક સમાચાર કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. કેટલાક હેન્ડલ્સે મેડિકલ રિપોર્ટ્સ પણ શેર કર્યા છે.

