- રશ્મિકાની ફિલ્મોએ છેલ્લાં ત્રણ વર્ષો દરમિયાન કુલ 2000થી 3000 કરોડનો બિઝનેસ કર્યો છે. એ કહે છે, 'દરેક વ્યક્તિ એમ જ ઇચ્છે કે જે સફળતા માટે દિવસ-રાત પરિશ્રમ કર્યો છે તે કાયમ જળવાઈ રહે, પણ વાસ્તવમાં એવું બનતું નથી. મારા સ્વજનોએ આ વાત સારી પેઠે સમજાવી દીધી છે, તેથી જ હું સફળતામાં છકી નથી.'
અભિનેત્રી રશ્મિકા મંદાનાને ફિલ્મોદ્યોગમાં આવ્યે આઠ વર્ષ થયાં. તાજેતરમાં એની એક બ્રાન્ડ ન્યુ ફિલ્મ રિલીઝ થઈ - 'કબીરા'. આ ફિલ્મ તમિળ અને તેલુગુમાં રિલીઝ થઈ છે ને એમાં ધનુષ અને નાગાર્જુન જેવા કલાકારો છે. આ ત્રણેય કલાકારો હિન્દી ફિલ્મોના રસિયાઓ માટે જાણીતા છે. વહેલીમોડી આ ફિલ્મ ઓટીટી પર હિન્દીમાં જોવા મળશે એ તો નક્કી.

