
સલમાન ખાનના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસની નવી સીઝન માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે તેની નવી અપડેટ આવી ગઈ છે કે, દર્શકોએ તેના માટે હવે વધુ રાહ નહીં જોવી પડે. 'બિગ બોસ 19' ની પ્રીમિયર તારીખ જાહેર થઈ ગઈ છે, તે પ્રમાણે આ શો ઓગસ્ટમાં શરૂ થઈ જશે. આ સિવાય રિયાલિટી શોના કેટલાક સ્પર્ધકોના નામ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે 'બિગ બોસ 19' પાંચ મહિના સુધી ચાલશે અને એ હિસાબે આ સિઝન અત્યાર સુધીની સૌથી લાંબી સીઝન હશે. સલમાન ખાનનો આ રિયાલિટી શો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 29 અને 30 ઓગસ્ટે ટેલિકાસ્ટ થશે. તેની ઓફિસિયલ જાહેરાત જુલાઈના અંત સુધીમાં થઈ શકે છે. ખાસ વાત એ છે કે 'બિગ બોસ 19' એકલા સલમાન ખાન હોસ્ટ નહીં કરે, પરંતુ તેના સિવાય 3 વધુ શો ને હોસ્ટ કરશે.
સલમાન ખાન સાથે આ 3 હોસ્ટ શોની મેજબાની
'બિગ બોસ 19' પાંચ મહિના સુધી ચાલવાનો છે. જેમાં સલમાન ખાન માત્ર ત્રણ મહિના માટે શો હોસ્ટ કરશે. શો માટે સલમાનનો કરાર માત્ર ત્રણ મહિના માટેનો છે અને કોન્ટ્રાક્ટ ખતમ થયા પછી ફરાહ ખાન, કરણ જોહર અને અનિલ કપૂર 'બિગ બોસ 19' ને આગળ હોસ્ટ કરી શકે છે. જોકે, સલમાન ખાન ફરી એકવાર ગ્રાન્ડ ફિનાલેમાં શો હોસ્ટ કરતા જોવા મળશે. જો કે, હાલમાં કોર ટીમ નક્કી કરી રહી છે કે, સલમાન પછી બે મહિના માટે માત્ર એક જ હોસ્ટ લાવવો કે અથવા તેને અલગ અલગ સેલિબ્રિટીઓ દ્વારા હોસ્ટ કરવામાં આવશે.
ઓટીટી બાદ શો ટીવી પર ટેલિકાસ્ટ થશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'મેકર્સ આ સીઝનને ડિજિટલ-ફર્સ્ટ પ્રોપર્ટી તરીકે બનાવી રહ્યા છે. તેનો મતલબ છે કે, શો ટીવી અને ઓટીટી પર એક સાથે ચાલશે. જો કે, નવા એપિસોડ પહેલા જિયો હોટસ્ટાર પર આવશે અને દોઢ કલાક પછી તે જ એપિસોડ કલર્સ ટીવી પર જોવા મળશે.'
'બિગ બોસ 19' માટે આ સેલિબ્રિટીનો સંપર્ક કરાયો
'બિગ બોસ 19' ના સ્પર્ધકોની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં તેનું ઓડિશન ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટ રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે. શોની શરૂઆતમાં લગભગ 15 સ્પર્ધકો જોવા મળશે, એ પછી ત્રણ થી પાંચ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી આવશે. હવે શો માટે 20થી વધુ સેલિબ્રિટીઝ અને ઈન્ફ્લુએન્સરનો સંપર્ક કરવામાં આવ્યો છે. અભિનેત્રી લતા સભરવાલ, આશિષ વિદ્યાર્થી, રામ કપૂર, અલીશા પંવાર, મુનમુન દત્તા, ચિંકી મિંકી, પૂરવ ઝા અને કૃષ્ણા શ્રોફ નો સંપર્ક કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મિસ્ટર ફૈસુ, અનિતા હસનંદાની, ખુશી દુબે, ગૌરવ તનેજા, ગૌતમી કપૂર, ધીરજ ધૂપર, અપૂર્વ મુખીજા, તનુશ્રી દત્તા, શરદ મલ્હોત્રા અને મમતા કુલકર્ણી પણ 'બિગ બોસ 19' નો ભાગ બની શકે છે.