મશહૂર યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ' પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક કરવાની ભારે પડી ગઈ છે. જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઇ રહી છે. મામલો એટલો બધો આગળ વધી ગયો કે રણવીર સહિત ઘણાં લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેન લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'કોઈપણ નિયમ તોડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.'

