Home / World : This Muslim country changed a 73-year-old law to lift the ban on alcohol

આ મુસ્લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવ્યો, કમાણી માટે 73 વર્ષ જૂનો કાયદો બદલ્યો

આ મુસ્લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવ્યો, કમાણી માટે 73 વર્ષ જૂનો કાયદો બદલ્યો

વિશ્વભરમાં સૌથી વધુ ચા અને દારૂનું સેવન થાય છે. દારૂનો ધંધો એટલો મોટો છે કે, તે ઘણાં નાના દેશોના GDP જેટલો છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે દારૂમાંથી અબજો રૂપિયાની કમાણી થાય છે. જો કે, કેટલાક દેશો એવા છે જ્યાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અહીં દારૂના સેવન કે વેચાણ કરનારને કડક સજાની જોગવાઈ પણ છે. મોટાભાગના ઈસ્લામિક દેશોમાં આવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આવા જ એક મુસ્લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો મોટો નિર્ણય લીધો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

73 વર્ષ જૂનો કાયદો બદલાયો 

હવે સાઉદી અરેબિયાએ લગભગ 73 વર્ષ બાદ દારૂ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ એક મોટો નિર્ણય ગણાવાઈ રહ્યો છે. સાઉદી સતત પોતાના કડક કાયદામાં ફેરફાર કરી રહ્યું છે અને પ્રવાસનને કમાણીની મોટી તક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નિર્ણય પણ આ ક્રમમાં લેવામાં આવ્યો છે. જો કે, સાઉદીના લોકો માટે હજુ પણ દારૂ સામે પ્રતિબંધ રહેશે.

દુકાનોમાં નહીં મળે દારૂ

હવે જો તમે એવું વિચારી રહ્યા છો કે, ભારત કે અન્ય કોઈ દેશની જેમ સાઉદીમાં પણ તમે દારૂની દુકાનમાં જઈને દારૂ ખરીદી શકો છો તો તમે ખોટા છો. વાસ્તવમાં આ વ્યવસ્થા અહીં માત્ર ટુરિસ્ટ માટે જ કરવામાં આવી છે. ઘરમાં દારૂ રાખવા અને બજારમાં વેચવા સામે હજુ પણ પ્રતિબંધ છે. તેના માટે લાઈસન્સ આપવામાં આવશે, જેથી મોટા ટુરિઝમ પ્રોજેક્ટ્સમાં દારૂ પીરસવામાં આવી શકે છે. એનો અર્થ એ કે જો તમે કોઈપણ વિદેશી દેશમાંથી સાઉદી જાઓ છો, તો તમને દારૂ પીવા માટે મળી શકે છે.

વધુ નશાવાળો દારૂ નહીં મળે

સાઉદી અરેબિયામાં માત્ર ઓછા પ્રમાણમાં આલ્કોહોલ વાળો દારૂ જ મળશે. તેનો અર્થ એ કે તમે બિયર અથવા વોડકા જેવા ડ્રિંક પી શકો છો. 20%થી વધુ આલ્કોહોલ ધરાવતા ડ્રિંક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં લગભગ 600 સ્થળોએ આ દારૂ મળશે.

જાણો કયા દેશોમાં દારૂ પર પ્રતિબંધ છે

વિશ્વમાં ઘણા દેશો એવા છે જ્યાં આજે પણ દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તેમાં બ્રુનેઈ, સોમાલિયા, ઈરાન, લીબિયા, કુવૈત જેવા દેશો સામેલ છે. આ ઉપરાંત, પાડોસી દેશ પાકિસ્તાનમાં પણ દારૂ પર ઘણા પ્રતિબંધો છે. એટલે કે મોટા ભાગના મુસ્લિમ દેશો જ એવા છે જેમણે ધર્મના આધારે દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. જોકે, કેટલાક દેશો હવે પ્રવાસનને  ધ્યાનમાં રાખીને આ નિયમોમાં થોડી છૂટછાટ આપી રહ્યા છે.

Related News

Icon