રશિયાએ દાવો કર્યો છે કે, તેમની S-400 મિસાઈલ સિસ્ટમે યુક્રેની F-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે S-400એ F-16નો શિકાર કર્યો છે. આ ઘટના બાદ રશિયામાં S-400 ઓપરેટ કરનારા સૈનિકોને ઈનામ પણ આપવામાં આવ્યું છે. આ ઘટનાથી અમેરિકાનું ટેન્શન વધી ગયુ છે, કારણ કે તે દુનિયામાં F-16નો સૌથી મોટો ઓપરેટર અને એકમાત્ર ઉત્પાદક છે. આ વિમાનનો વિશ્વના ડર્ઝનો દેશ ઉપયોગ કરે છે, જેમાં ભારતનો પાડોસી દેશ પાકિસ્તાન પણ સામેલ છે.

