ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની ગ્રાઉન્ડ પર રમાયેલી સિડની ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પહેલી ઈનિંગમાં બોલિંગ કરતી વખતે પીઠમાં સમસ્યા થઈ ગઈ હતી, જેના કારણે તે વધુ બોલિંગ નહતો કરી શક્યો. આ પછી, બધા ફેન્સ તેની ફિટનેસ પર નજર રાખી રહ્યા છે અને અત્યાર સુધી BCCI દ્વારા તે ક્યારે મેદાનમાં પાછો ફરી શકશે તે અંગે કોઈ અપડેટ નથી આપવામાં આવ્યું. બધાની નજર તેના પર છે કે બુમરાહ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી શકશે કે નહીં. દરમિયાન, બુમરાહે પણ પોતાની ઈજા અંગે સામે આવેલા કેટલાક ખોટા સમાચારો પર પ્રતિક્રિયા આપી છે.

