16 વર્ષ પહેલા આ દિવસે (18 ઓગસ્ટ) વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. કોહલીએ પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ શ્રીલંકા સામે રમી હતી. તેણે ODI દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેની કારકિર્દીની શરૂઆતથી જ, કિંગ કોહલીએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું અને પછી તેને ક્રિકેટના 'કિંગ' તરીકેનો ખિતાબ મળ્યો.

