સચિન તેંડુલકરના નામે આજે પણ વિશ્વ ક્રિકેટમાં અસંખ્ય રેકોર્ડ છે, જેને તોડવા કોઈ પણ ખેલાડી માટે સરળ કામ નથી. આમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સામેલ છે. જ્યારે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું ત્યારે તેના નામે 200 ટેસ્ટ મેચોમાં 53.78ની એવરેજથી 15,921 રન હતા. અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેન સચિનનો આ રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો નથી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગે હવે વિરાટ કોહલી કે રોહિત શર્મા નહીં પરંતુ જો રૂટનું નામ લીધું છે જે સચિનનો આ રેકોર્ડ તોડવામાં સફળ થઈ શકે છે.

