ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ સતત 6 જીત બાદ ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરી હતી, જેમાં બાંગ્લાદેશ સામેની એકતરફી જીત પણ સામેલ હતી. પરંતુ આ વખતે ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને ન્યૂઝીલેન્ડે 8 વિકેટે મેચ જીતી લીધી. મેચમાં મળેલી હાર બાદ અને બીજી ટેસ્ટ મેચ પહેલા કરવા ચોથના પ્રસંગે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મુંબઈમાં કૃષ્ણ દાસ કીર્તનમાં ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

