Home / World : Strange news: 27 years ago today, a singer who was in seat 11A survived a plane crash

Strange news: આજથી 27 વર્ષ અગાઉ વિમાન ક્રેશમાં 11A સીટ પર રહેલા સિંગર બચી ગયો હતો

Strange news: આજથી 27 વર્ષ અગાઉ વિમાન ક્રેશમાં 11A સીટ પર રહેલા સિંગર બચી ગયો હતો

Ahmedabad Plane Crash : અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઑફ થયાની બે મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ગત બુધવારે (12 જૂન) ક્રેશ થયું હતી. આ વિમાનમાં સવાર તમામ 242 મુસાફરો પૈકી 11A નંબરની સીટ પર બઠેલા એક જ મુસાફર રમેશ વિશ્વાસનો જીવ બચ્યો હતો. હાલ રમેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 27 વર્ષ પહેલા એટલે કે વર્ષ-1998માં આવી જ રીતે એક વિમાન દુર્ઘટનામાં એક થાઈલેન્ડનો એક્ટર-સિંગરનો જીવ બચ્યો હતો. તે પણ 11A નંબરની સીટ પર બેઠો હતો. આ ગજબના સંયોગ મામલે સીટ નંબર 11Aને લઈને લોકોમાં વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વર્ષ-1998 પણ સર્જાઈ હતી આવીજ વિમાન દુર્ઘટના

થાઈલેન્ડના એક્ટર-સિંગ રુઆંગસાફ લોયચુસાફે જણાવ્યું હતું કે, 'એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની આ ઘટના વિશે જાણ્યું તો, મને પણ ગજબના સંયોગની માહિતી મળી. 11 ડિસેમ્બર, 1998માં જ્યારે હું 20 વર્ષનો હતો, ત્યારે થાઈ એરવેઝ ફ્લાઇટ નંબર TG261 વિમાન સાથે પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી અને વિમાનમાં સવાર તમામ 146 લોકોમાંથી 101 વ્યક્તિનાં મોત નીપજ્યા હતા.'

ગજબ સંયોગ! 27 વર્ષ પહેલા પણ 11A સીટ પર બેઠેલા વ્યક્તિનો પ્લેન ક્રેશમાં બચ્યો હતો જીવ 2 - image

'તે મારી જેમ એજ સીટ પર બેઠો હતો. 11A...'
47 વર્ષીય રુઆંગસાફ લોયચુસાફને જાણવા મળ્યું હતું કે, રમેશ વિશ્વાસ નામનો એક બ્રિટિશ નાગરિક એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI171 દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચાવ થયો છે, જે પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે 11A નંબરની સીટ પર બેઠો હતો. આ દુર્ઘટનાને લઈને તેમને પણ પોતાની સાથે ઘટેલી આવીજ ઘટના યાદ આવી હતી. જેને લઈને તેમણે સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક પર થાઈ ભાષામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'ભારતમાં વિમાન દુર્ઘટનામાં જીવિત વ્યક્તિ, તે મારી જેમ એજ સીટ પર બેઠો હતો. 11A...'

ગજબ સંયોગ! 27 વર્ષ પહેલા પણ 11A સીટ પર બેઠેલા વ્યક્તિનો પ્લેન ક્રેશમાં બચ્યો હતો જીવ 3 - image

10 વર્ષ સુધી ફ્લાઈટમાં મુસાફરી ન કરી
રુઆંગસાફે જણાવ્યું કે, તેમને પાસે વર્ષ 1998માં બોર્ડિંગ પાસ હતો નહી, પરંતુ ન્યૂઝપેરમાં તેમની સીટનો નંબર પણ 11A બતાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, 'આજે પણ આ દુર્ઘટના મને ખરાબ સપનાની જેમ યાદ આવે છે.' મીડિયા અહેવાલ મુજબ, એક્ટર રુઆંગસાફ આ પછી 10 વર્ષ સુધી કોઈપણ ફ્લાઈટમાં મુસાફરી કરી ન હતી. 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાંથી એક માત્ર રમેશ વિશ્વાસનો જીવ બચ્યો હતો. મળતી માહિતી મુજબ, વિમાન દુર્ઘટનામાં અત્યારસુધીમાં 272 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. 

Related News

Icon