ગૂગલ દ્વારા હવે નવા ફીચરની શરૂઆત કરવામાં આવી છે. ગૂગલ દ્વારા સર્ચમાં AIનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ AIનો ઉપયોગ ઓવરવ્યુમાં કરવામાં આવે છે. આ ફીચરને ગૂગલ દ્વારા વધુ ઉપયોગી બનાવવામાં આવ્યું છે. આ ફીચરમાં હવે ગૂગલ દ્વારા ઓડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી જેમિની AIની મદદથી સર્ચ રિઝલ્ટ હવે ઓડિયોમાં પણ જોવા મળશે. આ અંગે ગૂગલે બ્લોગમાં જણાવ્યું કે, "ઓડિયો ઓવરવ્યુની મદદથી યુઝર હવે પોતાના હાથને ફ્રી રાખી શકશે, જેના કારણે હાથનો ઉપયોગ કર્યા વગર માહિતી મેળવી શકાશે."

