Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે 40થી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ખીણ અને પહાડો પર આવેલા 48 જેટલા રિસોર્ટ બંધ કરવામાં આવ્યા છે. બડગામમાં દુધપત્રી અને અનંતનાગમાં વેરિનાગ જેવા વિવિધ પર્યટન સ્થળો પણ પ્રવાસ માટે બંધ કરાયા છે.

