USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઘણા ઇલેક્ટ્રોનિક (Electronic) સામાન પર ટેરિફ દૂર કરવાના તાજેતરના નિર્ણય બાદ હવે US વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. રવિવાર (13 એપ્રિલ, 2025) ના રોજ હોવર્ડ લુટનિકે કહ્યું હતું કે, 'ઇલેક્ટ્રોનિક (Electronic) વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કાયમી નથી.'

