US Attack On Iran: અમેરિકાએ પણ હવે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઝંપલાવ્યું છે. રવિવારે (22મી જૂન) સવારે ભારતીય સમય મુજબ અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનને નિશાન બનાવ્યા. ઈઝરાયલે આ હુમલાઓ બદલ અમેરિકાની પ્રશંસા કરી હતી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (UN)એ અમેરિકાની આ કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે 'આ યુદ્ધ હવે બેકાબૂ થવાનો ભય ઊભો થયો છે, પરિસ્થિતિ હવે કાબૂમાં નથી રહી.'

