VIDEO: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામ પાસે હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં ગળતર થયું હતું. જેના લીધે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ચારેબાજુ ધૂમાડો અને નાસભાગ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર દોડતા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક લીકેજથી ડ્રાયવર અને સહાયક દોડી બહાર નીકળી જઈને કેમિકલ લીકેજને અટકાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. કેમિકલ લીકેજ થતા આખા હાઈવે પર ધૂમાડાનું સામ્રાજ્ય છવાયું હતું. ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતા હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો. બનાવને લઈ હાઈવે પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓએ કામગીરી શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડી તાલુકા હાઈવે પર આવેલા ખડકી ગામ પાસે પસાર થતી વેળા આજે સવારે કેમિકલ ટેન્કરમાંથી અચાનક કેમિકલ લીકેજની ઘટના સામે આવી હતી. જેને લઈ આખા હાઈવે પર ધૂમાડો છવાયો હતો. ટેન્કરમાંથી કેમિકલ ઠલવાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ થયો હતો. બનાવની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ટેન્કરમાંથી કેમિકલ લીક થતા હાઈવે પરથી પસાર થતા વાહનવ્યવહારને અસર થઈ હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે કેમિકલ લીક અટકાવી દેતા હાશકારો થયો હતો.