
ગુજરાતના વડોદરામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. વડોદરાના રાજમહેલ રોડ ઉપર ઉભી રહેલ યુવતીનો વીડિયો રેકોર્ડિંગ કરનાર શખ્સને લોકોએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.
યુવતીનો વીડિયો રેકોર્ડિંગ કરનારને લોકોએ મેથીપાક ચખાડ્યો
શહેરના હરણી વારસિયા રીંગરોડ ખાતે રહેતી 26 વર્ષીય યુવતી મંગળવારે 15 એપ્રિલ રાત્રે 8:30 કલાકની આસપાસ મિત્ર સાથે રાજમહેલ રોડ પર આવેલા વ્રજ સિદ્ધિ ટાવર ખાતે મોબાઈલનું કવર બદલવા માટે પહોંચી હતી.
યુવતીનું વીડિયો રેકોર્ડિંગ મળી આવ્યું
યુવતી રસ્તા ઉપર ઉભી હતી તે સમયે એક શખ્સ તેનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હોવાની શંકા ગઈ હતી. જેથી યુવતીએ આ બાબતની જાણ મિત્રને કરતા તેણે શખ્સનો મોબાઈલ ફોન ચકાસતા યુવતીનું વીડિયો રેકોર્ડિંગ મળી આવ્યું હતું. આ ઉપરાંત તેની ગેલેરીમાં અન્ય યુવતીઓના પણ વિડિયો રેકોર્ડિંગ મળી આવ્યા હતા. સ્થાનિકોએ શખ્સને મેથીપાક ચખાડી નવાપુરા પોલીસના હવાલે કર્યો હતો.