Home / Gujarat / Ahmedabad : Weather: Meteorological Department predicts scorching heat in Gujarat for the next 3 days

Weather: ગુજરાતમાં આગામી 3 દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

Weather: ગુજરાતમાં આગામી 3 દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

Weather: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છમાં સિવિયર હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ જારી કરાયું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદમાં પણ આકરી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે, જ્યાં તાપમાન 43  ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રેશર ગ્રેડિયન્ટના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે ગરમી સાથે હવામાનની પરિસ્થિતિ પણ પ્રભાવિત થઈ શકે છે. ત્રણ દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની શક્યતા છે, જેના પરિણામે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

Related News

Icon