- ઊભી બજારે
- મધ્ય-પ્રદેશમાં ખરીદીમાં નોંધપાત્ર વેગ જોવા મળ્યોઃ પંજાબમાં ખુલ્લામાં પડેલા ઘઉંને વરસાદથી નુકશાન
દેશમાં અનાજ બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ઘઉંની નવી મોસમ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. નવા ઘઉંમાં સરકારી ખરીદી પણ વધી છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ નવા ઘઉંમાં દેશવ્યાપી ધોરણે સરકાર હસ્તકના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એફસીઆઈ દ્વારા નવા ઘઉંની ખરીદી વધી આશરે ૨૭૫ લાખ ટન જેટલી થઈ ગઈ છે. પાછલી મોસમમાં સરકાર દ્વારા કુલ ખરીદી ૨૬૬ લાખ ટન થઈ હતી અને આ વર્ષે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગણતાં આ આંકડો આ વર્ષે પાર થઈ ગયો છે.

