Wheat Support Price : હાલમાં છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતાં ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન-2025-26’ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂપિયા 2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.

