Source : GSTV
થાઈલેન્ડની પરંપરાગત અને રૂઢિચુસ્ત બૌદ્ધ પ્રણાલી એક મોટા કૌભાંડથી હચમચી ગઈ છે. આ કેસમાં અનેક વરિષ્ઠ ભિક્ષુઓ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. છ વરિષ્ઠ ભિક્ષુઓને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે અને બે અન્ય ગુમ છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક મહિલા પાસેથી હજારો અશ્લીલ ફોટા અને વીડિયો મળી આવ્યા, જેમાં તે અનેક ઉચ્ચ કક્ષાના ભિક્ષુઓ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે.

