Home / World : elon musk gained power but his popularity declined drastically

Elon Muskથી અમેરિકન્સ કેમ નારાજ? Trumpનો સાથ અને સત્તા મળવા છતાં લોકપ્રિયતા ગગડી

Elon Muskથી અમેરિકન્સ કેમ નારાજ? Trumpનો સાથ અને સત્તા મળવા છતાં લોકપ્રિયતા ગગડી

Elon Musk: એક સમયે ટેક વિઝનરી અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ ઈલન મસ્કની લોકપ્રિયતા ઝડપથી ઘટી રહી છે, ખાસ કરીને વોશિંગ્ટનમાં રાજકરણમાં સામેલ થયા પછી તેમની પ્રસિદ્ધિનો ગ્રાફ સતત નીચે ઉતરતો રહ્યો છે. એસોશિયેટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટરના સરવે દ્વારા જાણકારી મળી છે કે અમેરિકાના માત્ર 33 ટકા પુખ્ત વ્યક્તિ મસ્ક માટે અનુકૂળ મત ધરાવે છે જે ગયા વર્ષમાં ડિસેમ્બર કરતા 41 ટકાનો ઘટાડો સૂચવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોટાભાગની નકારાત્મકતા એવા અભિગમમાંથી ઉદ્ભવી છે કે ફેડરલ કર્મચારીઓ ઘટાડવા ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્ન્મેન્ટ એફિશિયન્સી (ડીઓજીઈ)ની આગેવાની દ્વારા મસ્કએ સરકાર પર વધુ પ્રમાણમાં વર્ચસ્વ મેળવ્યું છે. મસ્કના પ્રયાસોથી મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી થઈ હતી અને એજન્સીઓ બંધ પડી હતી. પણ ખર્ચમાં એક ટ્રિલિયન ડોલર ઘટાડવાના તેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પછી ઘટાડીને 150 અબજ ડોલર કરવામાં આવ્યું હતું, જે પણ હાંસલ કરવું અનિશ્ચિત છે.

લેબ ટેકનિશિયન અર્નેસ્ટ પરેરા તેમજ નિવૃત્ત સુઝન વુલ્ફ જેવા આલોચકોની દલીલ છે કે મસ્કની કોર્પોરેટ સફળતા અસરકારક શાસન માટે ઉપયોગી નથી બનતી. વુલ્ફએ નોંધ કરી કે સરકાર ચલાવવા માટે વેપાર કરતા ભિન્ન પ્રકારની પ્રાથમિકતાની જરૂર પડે છે.

રૂઢીવાદી વિચારધારા પ્રત્યે મસ્કનો ઝુકાવ તેમજ વોક કલ્ચરની ટીકા અને સરકારી ખર્ચ વિશે ચેતવણીએ પણ જાહેર મતનું ધ્રુવીકરણ કર્યું છે. દસમાંથી સાત રિપબ્લીકનોની સરખામણીએ  દસમાંથી માત્ર એક ડેમોક્રેટ અને દસમાંથી માત્ર બે અપક્ષ તેના માટે સાનુકૂળ મત ધરાવે છે.

સામાન્યપણે રિપબ્લીકનો મસ્કના સુધારાને સમર્થન આપે છે, ત્યારે ડેમોક્રેટ્સ અને અપક્ષો સરકારી ખર્ચમાં કાપના નકારાત્મક પાસા વિશે વધુ ચિંતિત છે. મસ્ક હવે પોતાની સરકારી ભૂમિકા છોડવાની અને ટેસ્લા પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને રિપબ્લીકન વર્તુળની બહાર તેની જાહેર છબીને થયેલું નુકસાન વધુ પ્રમાણમાં થયું હોવાનું જણાઈ રહ્યું છે.

Related News

Icon