Home / India : Army Chief gets power amid tension with Pakistan, orders all Territorial Army

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને મળી સત્તા, તમામ ટેરિટોરિયલ આર્મીને ભારતીય સેનાની પડખે ઊભા રહેવા આદેશ

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને મળી સત્તા, તમામ ટેરિટોરિયલ આર્મીને ભારતીય સેનાની પડખે ઊભા રહેવા આદેશ

India Pakistan Tension: પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ સંરક્ષણ મંત્રાલયે તમામ ટેરિટોરિયલ આર્મીને ભારતીય સેનાની પડખે ઊભા રહેવા આદેશ આપ્યો છે. ટેરિટોરિયલ આર્મીના દરેક અધિકારી તેમજ રજિસ્ટર્ડ તમામ વ્યક્તિને ભારતીય સેનામાં સેવા આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, હાલ 32 ઇન્ફન્ટ્રી બટાલિયન(ટેરિટોરિયલ આર્મી)માંથી, સધર્ન કમાન્ડ, ઇસ્ટર્ન કમાન્ડ, વેસ્ટર્ન કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, નોર્ધન કમાન્ડ, સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, આંદામાન અને નિકોબાર કમાન્ડ અને આર્મી ટ્રેનિંગ કમાન્ડ(ARTRAC)ના વિસ્તારોમાં તૈનાતી માટે 14 ઇન્ફન્ટ્રી બટાલિયન(ટેરિટોરિયલ આર્મી)ને આ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ 10 ફેબ્રુઆરી, 2025થી 9 ફેબ્રુઆરી, 2028 સુધી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. 

 

Related News

Icon