China on Operation Sindoor: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે. સૌથી પહેલા ઈઝરાયલ ભારતની પડખે ઊભું થયું છે અને સમર્થન આપતા કહ્યું છે કે, 'આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીમાં અમારું સમર્થન રહેશે.' જો કે બીજી તરફ તુર્કીયે ખૂલીને પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે. આટલું જ નહીં ચીને પણ ચિંતા વ્યક્ત કરી છે.

