
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 27 વધુ નક્સલીઓને ઠાર માર્યા હતા. હજુ પણ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. મળતી માહિતી મુજબ DRG જવાનોએ નક્સલી સંગઠનના મહાસચિવ નવબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને ઢેર કરી દીધો છે.
કોણ છે નવબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ?
બસવરાજુ છેલ્લા ૩૫ વર્ષથી માઓવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિનો સભ્ય છે. જેના માથા ઉપર ૧.૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે શ્રીકાકુલમ જિલ્લાના જિયન્નાપેટા ગામનો રહેવાસી છે. તેમની ઉંમર લગભગ 70 વર્ષ છે. બસવરાજુ નવેમ્બર 2018થી સીપીઆઈ માઓવાદી સંગઠનના મહાસચિવ છે. તેઓ છેલ્લા 35 વર્ષથી માઓવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિના સભ્ય છે.
નારાયણપુર જિલ્લાના અબુઝહમાડ વિસ્તારમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 27 નક્સલીઓને ઠાર માર્યા છે. જેમાં એક એવો પણ હતો જેનું નામ સાંભળતા જ લોકો ધ્રુજી ઉઠતા હતા. તે એક એન્જિનિયર હતો, AK-47નો શોખીન હતો અને યુદ્ધ પ્લાનિંગમાં નિષ્ણાત હતો. તેના આયોજનની જાળમાં ઘણી વખત સુરક્ષા દળો પણ ફસાઈ ચૂક્યા છે. એટલા માટે જ સરકારે તેના પર 1.5 કરોડ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું.
આ નક્સલવાદીનું નામ 'નવંબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ' હતું. બસવરાજુ બીજા અનેક નામથી ઓળખાતો હતો. નવંબલ્લા કેશવ રાવ, ગંગન્ના, વિજય, દર્પુ નરસિંહ રેડ્ડી, નરસિંહ, પ્રકાશ, કૃષ્ણ વગેરે નામોથી જાણીતો હતો. જોકે તેનું સાચું નામ નવબલ્લા કેશવ રાવ હતું. બસવરાજુ છેલ્લા 35 વર્ષથી માઓવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિના સભ્ય હતા. તે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાનો રહેવાસી હતો. ૭૦ વર્ષીય બસવરાજુના પિતાનું નામ વાસુદેવ રાવ હતું.
2018માં CPI માઓવાદીના જનરલ સેક્રેટરી બન્યો
વાસ્તવમાં, નક્સલી બસવરાજુ નવેમ્બર 2018 માં સીપીઆઈ માઓવાદીના મહાસચિવ બન્યા. તે નક્સલી સંગઠનના મહાસચિવ હતો અને છત્તીસગઢના અબુઝહમાડ વિસ્તારમાં સક્રિય હતો. બસવરાજુ બી.ટેક ડિગ્રી ધરાવતો હતો. એન્જિનિયરિંગ કર્યું હોય તે બોમ્બ બનાવવામાં અને નક્સલવાદીઓ માટે ગેરિલા યુદ્ધની વ્યૂહરચના બનાવવામાં પારંગત હતો. તે સંગઠન માટે વિસ્ફોટકો અને શસ્ત્રો ડિઝાઇન કરવામાં નિષ્ણાત હતો.
LTTE પાસેથી તાલીમ લીધી હતી
બસવરાજુએ શ્રીલંકાના તમિલ સંગઠન LTTE પાસેથી ગેરિલા યુદ્ધ અને વિસ્ફોટકોની તાલીમ મેળવી હતી, જેના કારણે તે નક્સલવાદી પ્રવૃત્તિઓમાં વધુ ખતરનાક બન્યો હતો. બસવરાજુને AK-47 રાઈફલનો ખૂબ શોખ હતો. તે હંમેશા પોતાની સાથે AK-47 રાઈફલ રાખતો હતો. બસવરાજુ હુમલાની રણનીતિ બનાવવામાં માહેર હતો.
૫૫ વર્ષ પહેલાં ઘર છોડી દીધું હતું.
બસવરાજુએ વારંગલથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેમણે વારંગલની રિજનલ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ટેક પૂર્ણ કર્યું. માહિતી અનુસાર, તેમણે ૧૯૭૦ માં પોતાનું ઘર છોડી દીધું હતું. બસવરાજુ યુદ્ધ ગોઠવણમાં નિષ્ણાત હતો ગણપતિ પછી બસવરાજુને વર્ષ 2018 માં સંગઠનના મહાસચિવની જવાબદારી મળી. તેમણે સંગઠનમાં મોટાભાગનો સમય લશ્કરી કમાન્ડ સંભાળ્યો. બસવરાજુ તેમના લશ્કરી કમાન્ડ અને આક્રમક હુમલાઓ માટે જાણીતા હતા. બસવરાજુને હુમલાની વ્યૂહરચના બનાવવામાં પણ નિષ્ણાત માનવામાં આવે છે.
આનું કારણ એ છે કે બસવરાજુ દ્વારા આવા ઘણા હુમલાઓ સફળતાપૂર્વક પાર પડાયા છે. જેની સુરક્ષા દળોને ભનક શુદ્ધાં નહોતી આવી. વર્ષ 2019 માં, ગઢચિરોલી જિલ્લામાં પણ આવો જ હુમલો થયો હતો, જેમાં મહારાષ્ટ્ર પોલીસના 15 કમાન્ડોએ જીવ ગુમાવ્યા હતા.
આ હુમલાઓનું આયોજન કરવામાં બસવરાજુનો હાથ હતો.
૨૦૧૦નો દાંતેવાડા હુમલો: ૬ એપ્રિલ ૨૦૧૦ના રોજ છત્તીસગઢના દાંતેવાડા જિલ્લાના ચિંતલનાર ગામ નજીક ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ના નક્સલવાદી-માઓવાદી બળવાખોરો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં ૭૬ સીઆરપીએફ જવાનોના મોત થયા હતા. સામે 8 માઓવાદીઓ પણ માર્યા ગયા. એવું કહેવાય છે કે આ હુમલાનું પ્લાનિંગ પણ બસવરાજુએ કર્યું હતું.
૨૦૧૩ ઝીરામ ઘાટી હુમલો: ૨૫ મે ૨૦૧૩ના રોજ, બસ્તર જિલ્લાના દરભા વિસ્તારમાં ઝીરામ ઘાટીમાં નક્સલીઓએ કોંગ્રેસના નેતાઓના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૨૯ લોકોના મોત થયા હતા. તત્કાલીન રાજ્ય કોંગ્રેસના વડા નંદ કુમાર પટેલ, ભૂતપૂર્વ વિપક્ષી નેતા મહેન્દ્ર કર્મા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યા ચરણ શુક્લાનું મોત થયું હતું.
2018 અરાકુ હુમલો: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાં નક્સલવાદીઓએ અરાકુ (ST) વિધાનસભા બેઠકના ધારાસભ્ય કિદરી સર્વેશ્વર રાવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય એસ સોમાની ગોળી મારી હત્યા કરી. નક્સલવાદીઓએ વિશાખાપટ્ટનમથી 125 કિલોમીટર દૂર ડંબ્રિગુડા મંડલના થુતંગી ગામમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.
૨૦૧૯ ગઢચિરોલી હુમલો - ૩ મે ૨૦૧૯ ના રોજ, ૧૦૦ થી વધુ નક્સલીઓએ ઓચિંતો હુમલો કર્યો. ગઢચિરોલીમાં થયેલા આ હુમલામાં 15 QRT સૈનિકો શહીદ થયા હતા.