Air India’s Widebody International Services: એર ઈન્ડિયાએ પોતાની નેરોબોડી નેટવર્કમાં કામચલાઉ ઘટાડાની જાહેરાત કરી છે, જે 15 જુલાઈ, 2025 સુધી લાગુ રહેશે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને છેલ્લી ઘડીની મુશ્કેલીઓથી બચાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. આ ઘટાડા હેઠળ એર ઇન્ડિયાએ ત્રણ રૂટ પર તેની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જ્યારે 19 અન્ય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

