ગુજરાતીમાં કહેવત છે કે બાપ એવા બેટા અને વડ તેવા ટેટા. સિંગર એક્ટર લકી અલી માટે આ કહેવત સાચી પડી છે. લકીના ડેડી જાણીતા કોમેડિયન મહેમૂદ ૩ વાર પરણ્યા હતા. લકી પણ પિતાના નકશે કદમ પર ચાલી ત્રણ વાર મેરેજ કરી ચુક્યો છે. છેલ્લે એણે ૨૦૧૭મા પોતાની ત્રીજી વાઈફ મોડેલ કેટ એલિઝાબેથને ડિવોર્સ આપ્યા હતા. હવે ડેડીનો રેકોર્ડ તોડી ચોથીવાર પરણવા તૈયાર થયો છે. હમણાં લકી અલીને દિલ્હીમાં યોજાયેલા ૧૮મા કથાકાર ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં એના નેક્સ્ટ ડ્રીમ વિશે પૂછાતા એણે પળના પણ વિલંબ વિના કહી દીધું, 'મેં શાદી કરુંગા , ફિર સે.' અલી જે ત્વરાથી આ ઘોષણા કરી એના પરથી એવું લાગે છે કે ૬૬ વરસના આ મુરતિયાએ પોતાના માટે કન્યા ગોતી રાખી છે.

