સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં સુરત શહેરમાં RTI કરી લોકો પાસેથી ખંડણી કરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ઝોન 3 પોલીસ સ્ટેશનમાં વધુ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યો છે. સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં 1, ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 2 અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો છે.

