
રાજ્યના સુરેન્દ્રનગરની એક શાળાના શિક્ષકની ડિગ્રી સામે મોટા સવાલો ઉઠ્યા છે. સવાલો ઉઠતા ભારે હોબાળો મચ્યો છે. સુરેન્દ્રનગરના ફૂલગ્રામ આશ્રમશાળામાં ફરજ બજાવતા શિક્ષકની ડિગ્રી સામે ગંભીર આક્ષેપો થયા છે.શિક્ષક રવિકુમાર મકવાણાની શૈક્ષણિક લાયકાત સામે જાગૃત નાગરિક દ્વારા સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરાઈ છે.
નાગરિકે ડીગ્રી સર્ટીફીકેટ તેમજ અન્ય પુરાવાઓ માંગ્યા
જાગૃત નાગરિકે ડીગ્રી સર્ટીફીકેટ તેમજ અન્ય પુરાવાઓ માંગવામાં આવતા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ મૌન સેવી લેતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામા આવ્યો છે.
આ પણ વાંચો :ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની રેસમાં 5 નામ સૌથી વધુ ચર્ચામાં, ઉતરાયણ પછી થઈ શકે છે જાહેરાત
મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી
છેલ્લા 18 મહિનાથી માહિતી સમાજ કલ્યાણ વિભાગમાં માંગવામાં આવી રહી છે છતાં પણ કોઈ માહિતી ન આપતા રોષ વ્યક્ત કરવામા આવ્યો હતો, અને આ મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે.