ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરા ફરી વિવાદમાં આવ્યા છે. રમણલાલ વોરાએ પોતાના ભત્રીજા જમાઈ લલિત પરમારને મળેલી નોટિસના પગલે પિત્તો ગુમાવી ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈ સાથે કરેલી ગાળાગાળીએ ચકચાર જગાવી છે. રમણલાલ વોરાએ પિત્તો ગુમાવીને કહ્યું કે, 'હું જ સરકાર છું અને સરકાર કોર્ટમાં જતી નથી.' આ ઉપરાંત વિવેક દેસાઈને ધમકી પણ આપી કે, 'હું નશાબંધી મંડળની ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ.'

