સાસણમાં 1956 બાદ પ્રથમ વખત નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઇફની બેઠક વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને તા. 3ને સોમવારે યોજાવા જઈ રહી છે. ત્યારે સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના પૂર્વ સભ્યએ વન વિભાગની અનેક નીતિઓ સામે સવાલો ઊભા કરી દીધા છે. મુખ્યત્વે, થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે અભયારણ્ય આસપાસ વાણિજ્યિક પ્રવૃત્તિઓને મંજૂરી માટેની જોગવાઈમાં જે સુધારો કર્યો તે વાસ્તવમાં સિંહો માટે નુકસાનકર્તા હોવાના સ્પષ્ટ નિર્દેશ સાથે વડાપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ મામલે વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમનો જ ખુદ સરકાર જ ભંગ કરતી હોવાનો પણ તેમણે આક્ષેપ કરતાં મામલો ગરમાયો છે.

