કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સ્પષ્ટતા કરી કે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. જણાવી દઈએ કે, હાલમાં એક ન્યૂઝ પેપરમાં પ્રકાશિત થયેલા એક લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કર્યા પછી ભાજપમાં જોડાવાની અટકળોનો દોર શરૂ થયો હતો. થરૂરે એવા સમયે પીએમ મોદીની પ્રશંસા કરી હતી જ્યારે કોંગ્રેસ વિદેશ નીતિના મુદ્દે સતત એનડીએ સરકારને ઘેરી રહી છે.

