ભારતીય સંસ્કૃતિ વ્રત અને તહેવાર પ્રધાન રહી છે. સાંસારીક સુખ, સંપદા અને ઐશ્વર્યની પ્રાપ્તી માટે વ્રત કરવાનું વિધાન છે. નારીને સોભાગ્ય પ્રાપ્ત કરાવી,અખંડ સોભાગ્ય બનતું વ્રત એટલે વટસાવિત્રીનું વ્રત. આ વ્રત બહેનો પુત્ર અને પતિના સ્વાસ્થ્ય,આયુષ્ય તથા જન્મ જન્માંતરમાં પણ વેધવ્યનું દુ:ખ સહન ન કરવું પડે તે માટે કરે છે. આ વ્રતનો આરંભ જેઠ સુદ બારસથી થાય છે. તેરસ-ચૌદશના દિવસે બહેનો ફળાહાર કરી ઊપવાસ કરે છે. પૂનમના દિવસે બહેનો સોળે શણગાર સજી પૂજાની સામગ્રી સાથે,શીવમંદિરમાં વડની ષોડયચાર વિધીથી પૂજા કરવામાં આવે છે. દાર્શનીક રીતે વડના વૃક્ષને જ્ઞાન,દીર્ઘાયુ,અમરતત્વ અને નિર્વાણનું પ્રતીક માનવામાં આવે છે. વડના મુળમાં બ્રહ્મા,મધ્યમાં જનાર્દન,અગ્રભાકમાં શિવ અને સમગ્ર ભાગમાં દેવી સાવીત્રી વસે છે.

