
શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ માટેની સ્પેશિયલ ભરતીને મંજૂરી આપવામાં આવી છે. ધોરણ 1 થી 5 માં નવી 2500 જગ્યા ઉપર ભરતી થશે. ધોરણ 6 થી 8 માં 7000 જગ્યાઓ પૈકી 1600 જગ્યાઓ કચ્છ માટે ભરાશે.
https://twitter.com/prafulpbjp/status/1917543971770806754
કચ્છ જિલ્લામાં 'સ્પેશિયલ ભરતી' તરીકે પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) માં અગાઉ મળેલ 5000 વિદ્યાસહાયકની મંજૂરી સિવાય વધારાની 2500 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધો. ૬ થી ૮) માટે અગાઉ મળેલ 7000 વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયેની જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ભરતી કરવા શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે.