હવામાન વિભાગના અહેવાલ અનુસાર કેરળમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે તેના નક્કી સમય એટલે કે 1 જૂનથી આશરે એક અઠવાડિયા વહેલું કેરળ આવી પહોંચ્યું છે. આ સાથે 16 વર્ષમાં પહેલીવાર કેરળમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

