Rajkot News: રાજકોટમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ રેલવે ડિવિઝન પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં 29 જૂને વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે. ટેકનિકલ કારણોને લીધે રેલ વ્યવહારને અસર થશે. ટેકનિકલ કારણોના લીધે 29-06-2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

